ભીમાભાઈ ખુંટીની ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગમાં પસંદગી: ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
ભીમાભાઈ ખુંટીની ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગમાં પસંદગી: ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
Published on: 16th June, 2026

દિલ્હી ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયન વ્હીલચેર પ્રીમિયર લીગ (IWPL) માં ગુજરાતના એકમાત્ર ખેલાડી ભીમાભાઈ ખુંટીની 'મહારાષ્ટ્ર મરાઠાસ' ટીમમાં પસંદગી થઈ છે. આ પસંદગી ગુજરાત રમતગમત ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આગામી 2 જૂન સુધી દિલ્હીના વિવિધ સ્ટેડિયમોમાં યોજાનારી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં દેશભરના શ્રેષ્ઠ દિવ્યાંગ ક્રિકેટરો ભાગ લેશે. છેલ્લા દાયકાથી ભીમાભાઈ ખુંટી વ્હીલચેર ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.