ભારતમાં ભારતના જ કાયદા ચાલશે, કેન્દ્રએ Metaને અમેરિકી કાયદા ન ચલાવવા કહ્યું
ભારતમાં ભારતના જ કાયદા ચાલશે, કેન્દ્રએ Metaને અમેરિકી કાયદા ન ચલાવવા કહ્યું
Published on: 07th August, 2026

PM મોદીનો વિડીયો હટાવવા મુદ્દે Metaની મુશ્કેલી યથાવત છે. Metaની ગ્લોબલ ટીમે ભારતીય કાયદાના પાલન અંગે કેન્દ્ર સરકાર સાથે વાત કરી. આ દરમિયાન, સરકારી અધિકારીઓએ Metaને સ્પષ્ટ કર્યું કે ભારતમાં માત્ર ભારતના જ કાયદા ચાલશે, અમેરિકાના નહીં. Metaના અધિકારીઓએ ડીપફેક, CSAM અને બોટ એકાઉન્ટ્સને પહોંચી વળવા પ્રયત્નોની ખાતરી આપી. કેન્દ્રએ Metaના અલ્ગોરિધમ અને સ્થાનિક કાયદા પાલન અંગે પણ સવાલો કર્યા. Metaએ તેમની નિષ્ફળતા સ્વીકારી અને સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી.