દેશમાં Light Pollution થી આકાશદર્શન ઝાંખું, ગામડાંઓમાં પણ નભોદર્શન મુશ્કેલ અને શહેરોનું આકાશ ધૂંધળું.
દેશમાં Light Pollution થી આકાશદર્શન ઝાંખું, ગામડાંઓમાં પણ નભોદર્શન મુશ્કેલ અને શહેરોનું આકાશ ધૂંધળું.
Published on: 31st March, 2026

દેશમાં નીતિના અભાવે અને વિકાસના કારણે Light Pollution વધતાં નભોદર્શન મુશ્કેલ બન્યું છે. તારા સુસ્પષ્ટ જોઈ શકવાના સ્કેલની રીતે ભારતનાં મોટાભાગનાં શહેરોનું રાત્રિ આકાશ ધૂંધળું બન્યું છે. "ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહીં તોય મારા આભલામાં માય" જેવી પંક્તિ ઈતિહાસ બનીને રહી જશે. કુદરતના ખોળે જેમણે બાળપણ માણ્યું છે તેવા લોકોને આ અનુભવ હવે દુર્લભ લાગશે.