ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત કુલ 21 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ અને ટેક્નોલોજી સહિત કુલ 21 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
Published on: 18th February, 2026

વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ મૈક્રોં વચ્ચે મુંબઈમાં બેઠક યોજાઈ, જેમાં ભારત-ફ્રાન્સ innovation year નો પ્રારંભ થયો. ભારત એવરેસ્ટ સુધી ઉડનારા હેલિકોપ્ટર એરબસ એચ-125 નું ઉત્પાદન અને નિકાસ કરશે. ફાઈટર જેટ રાફેલ અને સ્કોર્પીયન સબમરીનના સંયુક્ત ઉત્પાદન પર ભાર મુકાયો. વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બંને દેશો દ્વારા બેવડા વેરા નાબૂદ કરાયા. ફ્રાન્સ 2030 સુધીમાં ભારતના 30 હજાર વિદ્યાર્થીઓને આવકારશે.