Claude.AI શું છે, અને તે કેવી રીતે ઉપયોગી છે?
Claude.AI શું છે, અને તે કેવી રીતે ઉપયોગી છે?
Published on: 01st February, 2026

અત્યારે AIની ચર્ચા છે; Claude.AI અમેરિકા પછી ભારતમાં બીજા નંબરે છે. Claude.AI ચેટજીપીટી જેવો ચેટબોટ છે, જે ‘એન્થ્રોપિક’ કંપનીએ બનાવ્યો છે. એન્જિનિયરો કોડિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે ક્લોડનો ઉપયોગ કરે છે, પણ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે. ક્લોડ લાંબી વિગતો યાદ રાખવામાં હોશિયાર છે અને લખવામાં મદદ કરે છે. તે મોટા ડોક્યુમેન્ટનો સારાંશ કાઢી શકે છે અને અઘરી વાતો સરળતાથી સમજાવે છે. ક્લોડ ખોટી માહિતીથી દૂર રહે છે.