ગ્લોબલ વોર્મિંગના રહસ્યો ઉજાગર કરનાર ભારતીય વૈજ્ઞાનિક રામનાથનને ક્રાફોર્ડ પુરસ્કાર એનાયત થશે.
ગ્લોબલ વોર્મિંગના રહસ્યો ઉજાગર કરનાર ભારતીય વૈજ્ઞાનિક રામનાથનને ક્રાફોર્ડ પુરસ્કાર એનાયત થશે.
Published on: 02nd February, 2026

ભારતીય મૂળના વૈજ્ઞાનિક વીરભદ્રન રામનાથનને 2026નો પ્રતિષ્ઠિત Crafoord Prize મળશે, જેને જિઓસાયન્સનું નોબેલ કહે છે. તેમણે CFCs અને પ્રદૂષણની જળવાયુ પર થતી અસર અંગે મહત્વપૂર્ણ સંશોધનો કર્યા છે. તેમની શોધથી ગ્લોબલ વોર્મિંગને સમજવામાં અને પર્યાવરણ બચાવવા આંતરરાષ્ટ્રીય સંધિઓ બનાવવામાં મદદ મળી. નાસામાં તેમણે CFCsની ગરમી શોષવાની ક્ષમતા શોધી અને ભારતીય ચોમાસા પર બ્રાઉન ક્લાઉડ્સની અસર પણ દર્શાવી.