ગાંધીનગરની રામપુરા પ્રા. શાળાની AI કૃતિએ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ સ્થાન મેળવ્યું
ગાંધીનગરની રામપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અક્ષત દરજી અને માનવ ભાટાએ સી.આર. સી. કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ-1માં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત કૃતિ રજૂ કરી પ્રથમ સ્થાન મેળવ્યું. આચાર્ય નિલેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ કૃતિ શિક્ષણ, આરોગ્ય, ખેતી અને રોજિંદા જીવનમાં AIના ઉપયોગ અને કાર્યક્ષમતા પર ભાર મૂકે છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બાળકો અને શિક્ષકને અભિનંદન પાઠવ્યા.
