APK ફાઈલ ડાઉનલોડ કરાવી વૃદ્ધના ₹2.40 લાખ સેરવી લીધા
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધને બેંક ઓફ બરોડામાંથી બોલતા હોવાનું કહી પેન્શન કાર્ડ બનાવવાની લાલચ આપી એક ગઠિયાએ WhatsApp પર શંકાસ્પદ APK ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. આ ફાઈલ ડાઉનલોડ થતાં જ વૃદ્ધનો મોબાઈલ હેક થયો અને તેમના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ₹2.40 લાખ ઉપાડી લેવાયા. વૃદ્ધે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
