મોઢેરા પાસે પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ નજીક પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મૃતદેહો વિજાપુરડા રોડ પર આવેલા ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ. મૃતકોની ઓળખ મોઢેરાના સંજય ઠાકોર અને પંચાસરની સપના ઠાકોર તરીકે થઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આત્મહત્યાના કારણની તપાસ હાથ ધરી છે.
