ફાયરફોક્સમાં પણ AI: હવે AI ચેટબોટની વેબસાઇટ વગર સીધું ફાયરફોક્સમાં જ AIનો ઉપયોગ.
ફાયરફોક્સમાં પણ AI: હવે AI ચેટબોટની વેબસાઇટ વગર સીધું ફાયરફોક્સમાં જ AIનો ઉપયોગ.
Published on: 28th January, 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે ઇન્ટરનેટ સર્ફિંગ અને સર્ચિંગ AI આધારિત થઈ રહ્યું છે. હવે AI ચેટબોટની વેબસાઇટ કે એપ ખોલવાની જરૂર નથી. Google જેવા સર્ચ એન્જિનમાં પણ જૂની રીતે સર્ચ કરીએ તો પણ AI નો અનુભવ થશે. લાંબા સમયથી બ્રાઉઝર વોરમાં એક આગળ પડતું નામ રહેલ મોઝિલા ફાયરફોક્સમાં પણ હવે વ્યાપક રીતે AIનું આગમન થઈ રહ્યું છે. થોડા સમય પહેલાં કંપનીએ નવા સીઇઓની નિમણૂક કરી ત્યારે તેમણે પોતાની પહેલી જ બ્લોગ પોસ્ટમાં ફાયરફોકસ બ્રાઉઝરમાં AI વિન્ડો નામે જુદી જુદી ઘણી રીતે AI ફીચર્સ ઉમેરવાની જાહેરાત કરી છે.