શ્રાવણ માસ: હિંમતનગરના ભોલેશ્વર મંદિરમાં 12 કિલો રંગોથી અર્ધ નારેશ્વરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર.
શ્રાવણ માસ: હિંમતનગરના ભોલેશ્વર મંદિરમાં 12 કિલો રંગોથી અર્ધ નારેશ્વરની રંગોળી આકર્ષણનું કેન્દ્ર.
Published on: 28th July, 2025

હિંમતનગરના હિતેશ પંચાલે શ્રાવણમાં શિવજીની આરાધના રૂપે રંગોળીથી અર્ધ નારેશ્વરની પ્રતિકૃતિ બનાવી છે. સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 10 બાય 8 ફૂટમાં સાત રંગોથી 12 કિલો રંગનો ઉપયોગ કરી આ કલાકૃતિ બનાવી છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રાવણ માસમાં શિવ આરાધનાના આ અનોખા પ્રયાસને લોકો દ્વારા ખૂબ સરાહના મળી રહી છે.