બાલજી મંદિર સંકુલમાં ECHS પોલિક્લિનિકને ખસેડવા બાબતે વિવાદ
બાલજી મંદિર સંકુલમાં ECHS પોલિક્લિનિકને ખસેડવા બાબતે વિવાદ
Published on: 30th July, 2026

રાજકોટના બાલાજી મંદિર સંકુલમાં આવેલા ECHS પોલિક્લિનિકને ખસેડવા અંગે વિવેકસાગર સ્વામી અને પૂર્વ સૈનિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સ્વામીએ જગ્યા ખાલી કરવા અને સરકાર દ્વારા નવી જમીન ફાળવવાના પ્રલોભનો આપ્યા હોવાનો આરોપ છે, પરંતુ ECHS સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની 2028 સુધીની લીઝ છે અને તેઓ જગ્યા છોડવાના નથી. લીઝની મુદત વધારવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. આ મામલે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી છે.