કૃષ્ણ ફોટો ફાડનાર ચોરને દ્વારકાના જીવ બચાવનાર મોબાઈલે પકડાવ્યો, સુરતમાં ચોરાયેલી દરેક વસ્તુ મળી; ચોર કેવી રીતે ઝડપાયો?
કૃષ્ણ ફોટો ફાડનાર ચોરને દ્વારકાના જીવ બચાવનાર મોબાઈલે પકડાવ્યો, સુરતમાં ચોરાયેલી દરેક વસ્તુ મળી; ચોર કેવી રીતે ઝડપાયો?
Published on: 27th January, 2026

સુરતના ઉદ્યોગપતિના બંગલામાં ચોરી, ચોરે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડ્યો અને પોલીસને ચેલેન્જ ફેંકી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડ્યો. 2024માં જે ફોને દ્વારકામાં જીવ બચાવ્યો હતો, તે જ ફોને ચોરને પકડવામાં મદદ કરી. ST બસમાંથી આરોપી સોહિલ પરમાર પકડાયો, તેની પાસેથી 16.40 લાખની ચોરીનો માલ રિકવર થયો. પોલીસે CCTV ફૂટેજ અને ટ્રેકિંગથી ચોરને પકડ્યો.