સાળંગપુર હનુમાનજી મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ શણગાર, કષ્ટભંજન દાદાને શિવ સ્વરૂપનો શણગાર અને હિમાલય પર્વતની આબેહૂબ રચના.
સાળંગપુર હનુમાનજી મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ શણગાર, કષ્ટભંજન દાદાને શિવ સ્વરૂપનો શણગાર અને હિમાલય પર્વતની આબેહૂબ રચના.
Published on: 28th July, 2025

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ શણગાર કરાયો. હનુમાનજી દાદાને શિવ સ્વરૂપનો શણગાર કરાયો, સિંહાસન આસપાસ હિમાલય પર્વતની આબેહૂબ રચના કરાઈ. હનુમાનજી મંદિર શિવાલય જેવું લાગતું હતું. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ છે. દર વર્ષે શ્રાવણમાં વિશેષ શણગાર થાય છે.