શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં પાલખીયાત્રા: હજારો ભક્તો જોડાયા, 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, નીતિન પટેલે પૂજા કરી.
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં પાલખીયાત્રા: હજારો ભક્તો જોડાયા, 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, નીતિન પટેલે પૂજા કરી.
Published on: 28th July, 2025

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકો ઉમટ્યા. 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના નાદથી સોમનાથ મહાદેવનું શિવાલય ગુંજી ઉઠ્યું. હજારો શિવભક્તોએ પાલખી ઉંચકી પુણ્યનું અર્જન કર્યું. નીતિન પટેલ અને ટ્રસ્ટી પ્રવીણચંદ્ર લહેરી હાજર રહ્યા. ભક્તોએ ગંગાજળ, પુષ્પહાર તથા દૂધ સાથે મહાદેવની પૂજા કરી. શ્રાવણ માસની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રાનું આયોજન છે.