સાળંગપુરધામમાં શ્રાવણ માસ મહોત્સવની ધામધૂમ: હનુમાનજીને શિવલિંગ થીમવાળા પ્યોર સિલ્કના વાઘા અને સિંહાસને અર્ધનારેશ્વર નૃત્યનો શણગાર કરાયો.
સાળંગપુરધામમાં શ્રાવણ માસ મહોત્સવની ધામધૂમ: હનુમાનજીને શિવલિંગ થીમવાળા પ્યોર સિલ્કના વાઘા અને સિંહાસને અર્ધનારેશ્વર નૃત્યનો શણગાર કરાયો.
Published on: 28th July, 2025

સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશેષ શણગાર કરાયો. શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે આયોજન થયું. હનુમાનજીને પ્યોર સિલ્કના શિવલિંગની થીમવાળા વાઘા પહેરાવાયા, સિંહાસને અર્ધનારેશ્વરના નૃત્યની થીમનો શણગાર કરાયો. શ્રાવણ માસ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફૂટ અન્નકૂટ, છપ્પન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ અને ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા દિવ્ય અન્નકૂટ રજૂ કરાશે.