નવરાત્રિને 'મધર્સ ડે' અને શિવરાત્રિને 'ફાધર્સ ડે' તરીકે ઉજવવાની હિમાયત
નવરાત્રિને 'મધર્સ ડે' અને શિવરાત્રિને 'ફાધર્સ ડે' તરીકે ઉજવવાની હિમાયત
Published on: 11th October, 2026

એક ભારતીય તરીકે, ઋષિ-મુનિઓના વંશજ તરીકે, આપણે સૌ નવરાત્રિને 'મધર્સ ડે' અને શિવરાત્રિને 'ફાધર્સ ડે' તરીકે ઉજવી શકીએ. ભાઈબીજ 'બ્રધર્સ ડે' અને રક્ષાબંધન 'સિસ્ટર્સ ડે' હોઈ શકે. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના નામે 'ટીચર્સ ડે' મનાવાય છે. ગુરુપૂર્ણિમા આપણો 'સદગુરુ ડે' છે. આ પરંપરાઓને અનુસરવાથી વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. નવરાત્રિમાં માનાં ચરણોમાં કથા ગાવાનો અવસર મળે તે સૌભાગ્ય છે. માનું શાંત સ્વરૂપ સ્થાપિત કરવું જોઈએ, જે 'યા દેવી સર્વભૂતેષુ અહિંસારૂપેણ સંસ્થિતા'નું પ્રતીક બને. રામકથા શક્તિરૂપા છે અને સાધક તે છે જે કોઈના જીવનમાં બાધક ન બને.