કરજણમાં આજથી ભવ્ય નવરાત્રી ફેસ્ટિવલનો પ્રારંભ
કરજણમાં આજથી ભવ્ય નવરાત્રી ફેસ્ટિવલનો પ્રારંભ
Published on: 11th October, 2026

વડોદરા નજીક કરજણમાં આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રી રંગનાથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરજણ નવરાત્રી ફેસ્ટિવલમાં ખેલૈયાઓ માટે મોટા શહેર જેવું આધુનિક ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે. આકર્ષક LED સ્ક્રીન અને સેલ્ફી પોઈન્ટ યુવાનોમાં ખાસ આકર્ષણ જમાવશે. ધ્વનિત જોશી, નમ્રતા શાસ્ત્રી અને પ્રયાગ જોશી જેવા જાણીતા કલાકારો ખેલૈયાઓને ગરબે રમાડશે, જે કરજણ અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ સર્જશે.