પોરબંદર જિલ્લામાં 250 પારંપારિક અને 6 અર્વાચીન ગરબીનું ભવ્ય આયોજન
પોરબંદર જિલ્લામાં 250 પારંપારિક અને 6 અર્વાચીન ગરબીનું ભવ્ય આયોજન
Published on: 11th October, 2026

પોરબંદર જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજવણી માટે 250 પારંપારિક અને 6 અર્વાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ દાયકાઓથી ચાલી આવતી પરંપરા જાળવી રાખીને 6 જેટલી મુખ્ય પારંપરિક ગરબીઓ, જેમાં વાડી પ્લોટ, ભાવેશ્વર મંદિર, ઠક્કર પ્લોટ, શીતલા ચોક, એ.સી.સી. કોલોની અને રેલ્વે સ્ટેશન ખાતે યોજાઈ રહી છે. અગાઉ 9 જેટલી પારંપરિક ગરબીઓ યોજાતી હતી, પરંતુ રેલવે સ્ટેશન નવીનીકરણ અને સંકલનના અભાવે કેટલીક ગરબીઓ બંધ થઈ ગઈ છે. તેમ છતાં, ઠક્કર પ્લોટ, શીતલા ચોક, રેલ્વે સ્ટેશન, વાડી પ્લોટ અને ભદ્રકાલી મંદિર ખાતેની પાંચ પ્રાચીન ગરબીઓ હજુ પણ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.