શારદીય નવરાત્રિ ઘટસ્થાપન પછી આ નાની ભૂલો પણ પડી શકે છે ભારે!
શારદીય નવરાત્રિ ઘટસ્થાપન પછી આ નાની ભૂલો પણ પડી શકે છે ભારે!
Published on: 10th October, 2026

આ વર્ષે શારદીય નવરાત્રિ 11 ઓક્ટોબર, 2026થી શરૂ થઈ રહી છે, જેમાં ઘટસ્થાપના (કળશ સ્થાપના) દ્વારા મા દુર્ગાની ઉપાસનાનો પ્રારંભ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિ દરમિયાન પૂજા-પાઠની સાથે ઘરની સ્વચ્છતા અને સાત્વિકતા જાળવવી અનિવાર્ય છે. ઘટસ્થાપના પછી ઘરને લાંબા સમય સુધી ખાલી ન છોડવું, પૂજા સ્થળ સ્વચ્છ રાખવું, અને તામસિક ભોજન (માંસ, મદિરા, લસણ, ડુંગળી) થી દૂર રહેવું જરૂરી છે. આ સમયગાળા દરમિયાન ઘરમાં શાંતિ અને સકારાત્મક વાતાવરણ જાળવી રાખવું જોઈએ.