સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષાનું આયોજન; 105 કેન્દ્રો પર 3700 હરિભક્તોએ પરીક્ષા આપી, 5થી 80 વર્ષના ભક્તો જોડાયા.
સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા સત્સંગ જ્ઞાન પરીક્ષાનું આયોજન; 105 કેન્દ્રો પર 3700 હરિભક્તોએ પરીક્ષા આપી, 5થી 80 વર્ષના ભક્તો જોડાયા.
Published on: 28th July, 2025

ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી સત્સંગ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનો મુખ્ય હેતુ બાળકો, યુવાનો અને વરિષ્ઠ ભક્તોને શાસ્ત્રોનું જ્ઞાન આપવાનો હતો. SVG દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ સત્સંગ પરીક્ષાનું આયોજન તા. ૨૭/૭/૨૦૨૫ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં ૫ વર્ષના બાળકોથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધો સુધીના 3700 જેટલા હરિભક્તોએ ભાગ લીધો હતો. પરીક્ષા MCQ સ્વરૂપે લેવાઈ હતી.