હનુમાનજીને ઓર્કિડ, ગુલાબનો શણગાર અને સુખડી, ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો.
હનુમાનજીને ઓર્કિડ, ગુલાબનો શણગાર અને સુખડી, ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો.
Published on: 31st January, 2026

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 31-01-2026ના રોજ દાદાને ચાંદીનો મુગટ, જરદોશી વર્કના વાઘા, ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી શણગાર કરાયો. સમગ્ર ગર્ભગૃહને ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી સુશોભિત કરાયું. દાદાને સુખડી અને ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી થઇ. હરિભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.