બોટાદમાં વિરાટ હિન્દુ સંમેલન: શાળાઓમાં રામાયણ, મહાભારત અને ક્રાંતિ ગાથા ભણાવવાનું આહ્વાન કરવામાં આવ્યું.
બોટાદમાં વિરાટ હિન્દુ સંમેલન: શાળાઓમાં રામાયણ, મહાભારત અને ક્રાંતિ ગાથા ભણાવવાનું આહ્વાન કરવામાં આવ્યું.
Published on: 02nd February, 2026

બોટાદમાં હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, જેમાં શાળાઓમાં રામાયણ, મહાભારત, અને ક્રાંતિ ગાથા ભણાવવાનું આહ્વાન કરાયું. સરયુ નદીના જળની ભવ્ય જળયાત્રા યોજાઈ. સ્વામિ આત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને દાતાઓ અને સ્વયંસેવકોનું સન્માન કરાયું. આદર્શ સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ અને સુંદરમ્ સ્કૂલમાં રામાયણ, મહાભારત અને ક્રાંતિ ગાથાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સંતોએ સંસ્કારથી સંતાનોને તૈયાર કરવા માતાઓને આહવાન કર્યું.