અમદાવાદ સ્પેશિયલ પોકસો કોર્ટે ખોખરા પોલીસને ફટકારી
અમદાવાદ સ્પેશિયલ પોકસો કોર્ટે ખોખરા પોલીસને ફટકારી
Published on: 04th February, 2026

અમદાવાદ સ્પેશિયલ પોકસો કોર્ટે ખોખરા પોલીસની તપાસ સામે કડક વલણ અપનાવ્યું. પોલીસે 'સી' સમરી રિપોર્ટ રજૂ કર્યો, જેને જજે નકારી નવેસરથી તપાસનો આદેશ આપ્યો. પોલીસે પીડિતાની માનસિક સ્થિતિને કારણે કેસ બંધ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે પોલીસના તર્કને અપૂરતા ગણાવ્યા. કોર્ટે પીડિતાના કાયદાકીય અધિકારોનું રક્ષણ કરી પોલીસની નિષ્કાળજી પર લાલ આંખ કરી છે અને 30 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું.