કાગવડથી ખોડલધામ સુધી 16મી પરંપરાગત પદયાત્રાનું આયોજન
કાગવડથી ખોડલધામ સુધી 16મી પરંપરાગત પદયાત્રાનું આયોજન
Published on: 12th October, 2026

આગામી 11 ઓક્ટોબરે નવરાત્રીના પ્રથમ નોરતે, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 16મી પરંપરાગત પદયાત્રાનું આયોજન કરાયું છે. રવિવારે સવારે 9 કલાકે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી હજારો શ્રદ્ધાળુઓ જોડાશે. મંદિરે પહોંચ્યા બાદ મહાઆરતી, હવન અને ધ્વજારોહણ સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો દ્વારા ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે.