રાજકોટમાં નવરાત્રિ પૂર્વ સંધ્યાએ આશાપુરા મંદિર રોશનીથી ઝગમગ્યું
રાજકોટમાં નવરાત્રિ પૂર્વ સંધ્યાએ આશાપુરા મંદિર રોશનીથી ઝગમગ્યું
Published on: 12th October, 2026

રાજકોટ શહેરમાં નવરાત્રિના આગમન પૂર્વે પેલેસ રોડ પર સ્થિત આશાપુરા માતાજી મંદિરને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરની સ્થાપના 1935માં રાજવી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 75 વર્ષથી અહીં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થાય છે, જેમાં 9થી 12 વર્ષની બાળાઓ માટે નિઃશુલ્ક રાસ-ગરબાનું આયોજન થાય છે. ઉત્સવ દરમિયાન બાળાઓને પ્રસાદ અને લહાણી અપાય છે. મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને રાજવી પરિવાર દશેરાએ શસ્ત્રપૂજન કરે છે.