વલસાડ: ઉત્તર ભારતીય સમાજની 25 વર્ષથી કાવડ યાત્રા, શિવભક્તોનો તડકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક.
વલસાડ: ઉત્તર ભારતીય સમાજની 25 વર્ષથી કાવડ યાત્રા, શિવભક્તોનો તડકેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક.
Published on: 28th July, 2025

વલસાડમાં છેલ્લા 25 વર્ષથી શ્રાવણના પ્રથમ સોમવારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા કાવડ યાત્રા યોજાય છે. કોસંબા રોડથી તડકેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા નીકળી હતી, જે ઉત્તર ભારતમાં શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહત્વ દર્શાવે છે. કાવડયાત્રીઓએ 'હર હર મહાદેવ'ના નાદ સાથે જળાભિષેક કર્યો, અને શહેર શિવમય બન્યું. ભક્તોએ ભજન અને ભક્તિગીતોથી યાત્રાને આકર્ષક બનાવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.