નવસારીના આશાપુરી મંદિરે પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર
નવસારીના આશાપુરી મંદિરે પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર
Published on: 12th October, 2026

નવસારીના દુધિયા તળાવ પાસે આવેલા 385 વર્ષ જૂના આશાપુરી માતાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ જોવા મળી. રવિવારની વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી પરિવારની સુખાકારી અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી. આ મંદિર દક્ષિણ ગુજરાતના અનેક પરિવારોની આસ્થાનું કેન્દ્ર છે. ગાયકવાડી શાસનકાળ સાથે જોડાયેલી લોકવાયકા મુજબ, માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી મૂર્તિ હોવાની જાણ કરી હતી, જેના આધારે મંદિરની સ્થાપના થઈ. અહીં માતાજીની મૂર્તિ સાથે ભગવાન ગણેશજી અને માર્કંડેય ઋષિ પણ બિરાજમાન છે, જે મંદિરને વિશિષ્ટ ધાર્મિક ઓળખ આપે છે.