મહીસાગરના લુણાવાડાના 557 વર્ષ જૂના માં ભુવનેશ્વરી મંદિરમાં 64 જોગણી કુંભની સ્થાપના
મહીસાગરના લુણાવાડાના 557 વર્ષ જૂના માં ભુવનેશ્વરી મંદિરમાં 64 જોગણી કુંભની સ્થાપના
Published on: 12th October, 2026

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં 557 વર્ષ જૂના માં ભુવનેશ્વરી મંદિરમાં નવરાત્રી દરમિયાન 64 જોગણી કુંભની સ્થાપનાની અનોખી રાજવી પરંપરા જાળવવામાં આવી રહી છે. આ મંદિર લુણાવાડાના રાજવી પરિવારની કુળદેવીનું છે અને નવરાત્રી નિમિત્તે અહીં જવારા વાવવાની વિધિ કરવામાં આવે છે. દર વર્ષે આસો સુદ એકમના દિવસે લુણાવાડાના 44મા મહારાજા શ્રી સિદ્ધરાજસિંહ સોલંકીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કુંભનું સ્થાપન થાય છે. સામાન્ય દિવસોમાં બંધ રહેતું આ મંદિર નવરાત્રી દરમિયાન ભક્તો માટે ખુલ્લું મુકાય છે, જ્યાં આઠમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.