અમદાવાદ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા
અમદાવાદ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા
Published on: 16th July, 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે 16 જુલાઈના રોજ નીકળી રહી છે. ભક્તોને દર્શન આપવા ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. સવારે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. રથયાત્રામાં ગજરાજો, ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને બેન્ડવાજા સાથે દેશભરના સાધુ-સંતો જોડાશે. ભક્તો માટે ફુલ બજાર પાસે પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.