રાજકોટના હિંગોળગઢ વીડીમાંથી રૂ.25.60 લાખનો દારૂ રેઢો મળ્યો
રાજકોટના હિંગોળગઢ વીડીમાંથી રૂ.25.60 લાખનો દારૂ રેઢો મળ્યો
Published on: 16th July, 2026

રૂરલ એલસીબી ટીમે હિંગોળગઢ નજીક વીડીમાંથી રૂ. 25.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પેટ્રોલિંગ દરમિયાન 3732 બોટલ દારૂ મળ્યો, પરંતુ કોઈ શખ્સ હાજર ન હતો. રાજકોટ રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકના નિર્દેશોના પગલે આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે દારૂ સપ્લાય કરનાર અને ઉતારનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.