વડોદરા નજીક વાઘોડિયામાં માનવભક્ષી દીપડાનો આતંક
વડોદરા નજીક વાઘોડિયામાં માનવભક્ષી દીપડાનો આતંક
Published on: 16th July, 2026

વડોદરા જિલ્લામાં, ખાસ કરીને વાઘોડિયા તાલુકામાં, દીપડાનો ભય વધી ગયો છે. લાંબા સમયથી ઢોરો પર હુમલા કરતો એક દીપડો હવે માનવભક્ષી બન્યો છે. ગઈકાલે રાત્રે વાઘોડિયાના ફલોડ ગામમાં દીપડાએ બે ગ્રામજનો, હેમાંગ પરમાર અને મણીભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે અને રેસ્ક્યુ ટીમ કામે લાગી છે. ગ્રામજનો પણ રાત્રિ દરમિયાન ટોર્ચ અને મારક હથિયારો સાથે દીપડાને શોધવા નીકળ્યા હતા, જેના કારણે ગામમાં ભારે તણાવ જોવા મળ્યો હતો.