વડોદરામાં યુવતી અને યુવકે કર્યા આપઘાતના પ્રયાસ
વડોદરામાં યુવતી અને યુવકે કર્યા આપઘાતના પ્રયાસ
Published on: 16th July, 2026

વડોદરા શહેરમાં આપઘાતના પ્રયાસના બે અલગ-અલગ બનાવો નોંધાયા છે. જુના પાદરા રોડ પર રહેતી 18 વર્ષીય યુવતીએ હાર્પિક પીધું, જ્યારે સમા-સાવલી રોડ પર રહેતા 34 વર્ષીય યુવક કૃષ્ણા મોરેએ ફીનાઇલ ગટગટાવ્યું. બંનેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. યુવતીના કેસમાં જે.પી. રોડ પોલીસ તપાસ કરી રહી છે, જ્યારે યુવકની સારવાર હાલ ચાલી રહી છે.