જામનગર જિલ્લામાં અષાઢી બીજ સૂકી રહી, મેઘરાજાની રાહ યથાવત
જામનગર જિલ્લામાં અષાઢી બીજ સૂકી રહી, મેઘરાજાની રાહ યથાવત
Published on: 16th July, 2026

હાલારી નવા વર્ષ અને અષાઢી બીજ જેવા પવિત્ર તહેવારો પર મેઘરાજાના આગમનની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, જામનગર શહેરમાં માત્ર અમુક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા, જ્યારે મોટાભાગના વિસ્તારો કોરા ધાકોડ રહ્યા. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું નોંધાયું. લાલપુરમાં 8 mm, ધ્રોલમાં 4 mm અને કાલાવડમાં 1 mm વરસાદ થયો, જ્યારે જામનગર, જોડિયા અને જામજોધપુર તાલુકામાં વરસાદ શૂન્ય રહ્યો. વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે અને ભેજનો અભાવ સર્જાઈ રહ્યો છે. નાગરિકો બફારાથી પરેશાન છે.