જામનગરમાં પર્યુષણ પર્વની ભક્તિભાવે ઉજવણી
જામનગરમાં પર્યુષણ પર્વની ભક્તિભાવે ઉજવણી
Published on: 16th September, 2026

જામનગરમાં જૈન સમાજ દ્વારા પવિત્ર 'પર્યુષણ પર્વ'ના આઠમા દિવસે સંવત્સરી મહાપર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ. દેરાસરોમાં ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. સંવત્સરીના પ્રતિક્રમણ બાદ 'મિચ્છામિ દુક્કડં' કહી સૌએ પરસ્પર પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. બારસા સૂત્રનું વાંચન તથા પોષધ લેવાયા. સંઘના આદેશ મુજબ ઘીની બોલીઓ બાદ પ્રતિક્રમણ યોજાયું. પર્યુષણ દરમિયાન તપસ્યા કરનારા તપસ્વીઓના તપનો અંતિમ દિવસ હોવાથી આવતીકાલે પારણા થશે, ત્યારબાદ બપોરે 2:30 કલાકે ભગવાનનો ભવ્ય વરઘોડો (રથયાત્રા) નીકળશે.