ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવનો સુરક્ષિત શુભારંભ
ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવનો સુરક્ષિત શુભારંભ
Published on: 12th October, 2026

પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ્ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવનો પ્રારંભ કરાયો છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને યુવતીઓને સુરક્ષિત વાતાવરણમાં નિઃશુલ્ક ગરબા રમવાની તક પૂરી પાડવાનો છે. ખેલૈયાઓની સુરક્ષા માટે 35 CCTV કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 2 PI, 3 PSI, 50 પોલીસ કર્મીઓ, જીઆરડી જવાનો અને શી-ટીમનો સમાવેશ થાય છે. વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પરિવારો માટે ફૂડ સ્ટોલ અને વાહન પાર્કિંગની પણ સુવિધા ઊભી કરાઈ છે. ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ કોડ ફરજિયાત છે.