અમરેલીમાં જિલ્લા કક્ષાનો શિક્ષક દિવસ ઉજવાયો: શ્રેષ્ઠ શિક્ષકોને રૂ.15 હજાર સુધીનું પારિતોષિક અપાયું.
Published on: 05th September, 2025
અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ. જેમાં ગણેશ વંદના અને દેશભક્તિ ગીતોથી કાર્યક્રમની શરૂઆત થઈ. જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં તાલુકા કક્ષાના શિક્ષકોને રૂ.5 હજાર અને જિલ્લા કક્ષાના શિક્ષકોને રૂ.15 હજારનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. કૌશિક વેકરીયા અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું.

Published on: September 05, 2025