ધાનેરા આરધના ભવન ભક્તોથી ઉભરાયું: વેસુમાં 6 માળના ઉપાશ્રયમાં જિનાલય અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ.
ધાનેરા આરધના ભવન ભક્તોથી ઉભરાયું: વેસુમાં 6 માળના ઉપાશ્રયમાં જિનાલય અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ.
Published on: 25th April, 2026

વૈશાખ સુદ સાતમે, વેસુનું ધાનેરા આરધના ભવન ભક્તોથી છલકાઈ ગયું, જ્યાં અભય પાર્શ્વનાથ દાદાની પ્રતિષ્ઠા થઈ. 6 માળના ઉપાશ્રયના પ્રાંગણમાં જિનાલય બનાવાયું છે, જે આચાર્ય સાગરચંદ્ર સાગર સૂરિજીના માર્ગદર્શનથી નિર્મિત થયું છે. જિનાલયમાં નવ ગ્રહના અદિપતિ પ્રભુજી, સિદ્ધચક્ર સિહાચલ શિલા, 3000 વર્ષ પ્રાચીન આદિનાથ દાદા, મણિભદ્રજી, નાકોડાભેરુજી, પદ્માવતી માતા, અંબિકાદેવી-ક્ષેત્રપાલ તથા ગૌતમ સ્વામી સહિત અનેક દેવો બિરાજમાન છે, અને જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠાર્થ અનેક જૈનાચાર્યો પધાર્યા હતા.