સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા.
સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા.
Published on: 24th April, 2026

પાલિતાણાના કૈલાસ ટેકરી ખાતે મોરારિબાપુ 'માનસ શિવ સંકલ્પ' રામકથાનું ગાન કરી રહ્યા છે. કથાના છઠ્ઠા દિવસે બાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુને ‘સનાતન સપ્તક’ તરીકે વર્ણવ્યા હતા. તેમણે સાધુને આ સપ્તકનો આધાર ગણાવતા ભગવાન શિવ સાથે સરખાવ્યા હતા. સાંપ્રત વૈશ્વિક સ્થિતિમાં અણુશસ્ત્રોને બદલે ‘અણુવ્રત’ની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે જૈન સાધના પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં અનેક સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી કથામૃતનો લાભ લઈ રહ્યા છે.