ભાગવત કૃષ્ણધામ મંદિરે હિંડોળા દર્શન: સોલા મંદિરમાં રસરાજ પ્રભુ કમળતલાઇમાં કાચના હિંડોળામાં બિરાજમાન કરાયા.
ભાગવત કૃષ્ણધામ મંદિરે હિંડોળા દર્શન: સોલા મંદિરમાં રસરાજ પ્રભુ કમળતલાઇમાં કાચના હિંડોળામાં બિરાજમાન કરાયા.
Published on: 28th July, 2025

સોલા ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ મંદિરમાં હિંડોળા ઉત્સવની શરૂઆત થઈ છે. ૧૨ જુલાઈથી ૧૧ ઓગષ્ટ સુધી રસરાજ પ્રભુને વિવિધ હિંડોળા મનોરથમાં ઝુલાવવામાં આવશે. શ્રી રસરાજ પ્રભુને કમળતલાઇમાં કાચના હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. અમદાવાદના ભક્તોએ દર્શનનો લાભ લીધો. કર્ણપ્રિય સંગીત સાથે દિવ્ય આરતીનો લાભ લેવા ભક્તો એકત્રિત થાય છે. હિંડોળા ઉત્સવ આધ્યાત્મિક આનંદનો અવસર છે.