દાઉદી વ્હોરા સમાજ દ્વારા કુર્રાન ભણાવવા નવી એપ અને 45 મિનિટના રોજિંદા ક્લાસ શરૂ
દાઉદી વ્હોરા સમાજ દ્વારા કુર્રાન ભણાવવા નવી એપ અને 45 મિનિટના રોજિંદા ક્લાસ શરૂ
Published on: 18th September, 2026

દાઉદી વ્હોરા સમાજ દ્વારા કુર્રાનના શિક્ષણ માટે ડિજિટલ પદ્ધતિ અપનાવવામાં આવી છે. અમદાવાદમાં 5 હજાર લોકોને કુર્રાન વાંચતા શીખવવાનું લક્ષ્ય છે. 'મહદ અલ ઝહરા' એપ્લિકેશન દ્વારા વર્ચ્યુઅલ રૂમમાં શિક્ષક રૂબરૂ બેઠા હોય તેવી અનુભૂતિ સાથે રોજ 45 મિનિટનું શિક્ષણ આપવામાં આવશે. આ પહેલ સમાજના ધાર્મિક નેતા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના આદેશ બાદ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ દેશ-વિદેશમાં 1 લાખ પરિવારો સુધી કુર્રાનનું શિક્ષણ પહોંચાડવાનો છે. અમદાવાદના 8 વિસ્તારોમાં ઓફલાઇન કેન્દ્રો પણ શરૂ કરાશે.