સોમનાથ મંદિરમાં હવે પ્રસાદના બોક્સ પ્લાસ્ટિક મુક્ત
સોમનાથ મંદિરમાં હવે પ્રસાદના બોક્સ પ્લાસ્ટિક મુક્ત
Published on: 18th September, 2026

જ્યોતિર્લિંગ સોમનાથ ધામમાં હવે પ્રસાદ પ્લાસ્ટિકના બોક્સને બદલે કાગળ અને ટીનના નવા બોક્સમાં મળશે. આ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પહેલમાં નંદી અને બિલિપત્રની થીમ ધરાવતી ડિઝાઇન પસંદ કરાઈ છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (NID) અમદાવાદ દ્વારા તૈયાર કરાયેલા આ બોક્સનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાનો અને લોકોને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવાનો છે. ભક્તો હવે આકર્ષક અને ટકાઉ બોક્સમાં પ્રસાદ પ્રાપ્ત કરશે.