પાસપોર્ટ ફી અને નિયમોમાં મોટા ફેરફાર
પાસપોર્ટ ફી અને નિયમોમાં મોટા ફેરફાર
Published on: 18th September, 2026

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા પાસપોર્ટ (સંશોધન) નિયમો, 2026 હેઠળ પાસપોર્ટ બનાવવાની ફીમાં નોંધપાત્ર વધારો થયો છે. 15 વર્ષથી નાના બાળકો માટે પાસપોર્ટની માન્યતા હવે 18 વર્ષની ઉંમર સુધી અથવા 5 વર્ષ સુધી, જે વહેલું હોય તે મુજબ રહેશે. 36 પાનાના સામાન્ય પાસપોર્ટની ફી ₹1,500 થી વધીને ₹2,500 અને 60 પાનાના પાસપોર્ટની ફી ₹2,000 થી વધીને ₹3,500 થઈ છે. તાત્કાલિક પાસપોર્ટની ફીમાં પણ વધારો થયો છે. 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને નવા પાસપોર્ટ પર 10% છૂટ મળશે.