બૉમ્બે હાઈકોર્ટ: "૮૦ વર્ષ પછી પણ દીકરાની ઇચ્છા રાખવી તે દુર્ભાગ્યપૂર્ણ"
બૉમ્બે હાઈકોર્ટ: "૮૦ વર્ષ પછી પણ દીકરાની ઇચ્છા રાખવી તે દુર્ભાગ્યપૂર્ણ"
Published on: 18th September, 2026

દેશ આઝાદ થયાને ૮૦ વર્ષ થયા પછી પણ લોકોમાં દીકરીને બદલે દીકરાની મંછા રાખવાની પ્રથાની ટીકા કરીને બોમ્બે હાઈકોર્ટે નવજાત પૌત્રીની હત્યા કરવાના કેસમાં દાદાને જામીનનો ઈનકાર કર્યો હતો. નવજાત પૌત્રીને પાણી ભરેલા ટબમાં ઈંટ સાથે બાંધી ડૂબાડી દેનાર દાદા ગોપીનાથ પ્રધાને જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી. કોર્ટે નોંધ્યું કે હજુ પણ પુત્ર જન્મની આશા રાખવામાં આવે છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આશા વર્કરની સતર્કતાથી આ ઘટના પ્રકાશમાં આવી.