બીલીમોરાના મીની સોમનાથ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ, વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટ્યા.
બીલીમોરાના મીની સોમનાથ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ, વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટ્યા.
Published on: 28th July, 2025

બીલીમોરામાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ છે, જ્યાં શ્રાવણમાં દર્શનથી ભક્તો ધન્ય બને છે. માન્યતા છે કે સોમનાથ દાદાના દર્શનથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. આ મીની સોમનાથ મંદિર 108 ફૂટ ઊંચું શિખર ધરાવે છે. સોમનાથ દાદાનું શિવલિંગ ગર્ભગૃહમાં બિરાજમાન છે. શિવાલયમાં અનેક વિશિષ્ટ સ્થાપત્યો આવેલા છે.