વ્યારા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં Mock Poll યોજાયું: વોર્ડ નંબર 2 માં ઉમેદવારો હાજર રહ્યા.
વ્યારા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં Mock Poll યોજાયું: વોર્ડ નંબર 2 માં ઉમેદવારો હાજર રહ્યા.
Published on: 26th April, 2026

તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકામાં ચૂંટણી પહેલાં Mock Poll યોજાયું. આ પ્રક્રિયા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કરવામાં આવી હતી. વોર્ડ નંબર બે માં ચૂંટણી કર્મચારીઓ દ્વારા Mock Poll થયું, જેમાં દરેક રાજકીય પક્ષના ઉમેદવારો હાજર રહ્યા હતા. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તાપી જિલ્લા પંચાયતની 26 બેઠકો, આઠ તાલુકા પંચાયતની 133 બેઠકો અને વ્યારા નગરપાલિકાની 19 બેઠકો માટે મતદાન થશે.