ચારેય કોર્પોરેટરોએ "Meeting, Eating અને Cheating" જ કર્યું.
ચારેય કોર્પોરેટરોએ "Meeting, Eating અને Cheating" જ કર્યું.
Published on: 09th April, 2026

વડોદરાના વોર્ડ 7માં પાણી, ડ્રેનેજ જેવી સમસ્યાઓથી લોકો પરેશાન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભાજપ અઢળક મતોથી જીતે છે છતાં હાઈફાઈ સોસાયટીઓમાં પણ પાણીની સમસ્યા છે. ગત પાંચ વર્ષમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ માત્ર Meeting, Eating અને Cheating જ કર્યું. કોર્પોરેશન પાયાની સુવિધાઓ આપ્યા વગર ડબલ ટેક્સ વસૂલે છે. લોકોએ કોર્પોરેટરોને ક્યારેય જોયા નથી અને તેઓ પિક્ચરની જેમ ગાયબ થઈ ગયા છે.