પાટડી APMC ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે રસાકસી
પાટડી APMC ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે રસાકસી
Published on: 10th October, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે હવે 17 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. વેપારી પેનલની 4 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ખેડૂત વિભાગ માટે કુલ 38 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1 ફોર્મ રદ થયું અને 20 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. આગામી 16મી ઓક્ટોબરે APMCમાં નોંધાયેલા 482 મતદારો મતદાન કરશે, જ્યારે 17મી ઓક્ટોબરે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીની જાહેરાત 23મી જુલાઈના રોજ કરવામાં આવી હતી.