જૈન સમાજનો દેવસ્થાન કાયદા સામે ઉગ્ર વિરોધ
જૈન સમાજનો દેવસ્થાન કાયદા સામે ઉગ્ર વિરોધ
Published on: 03rd June, 2026

મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ જમીન નિર્મૂલન અધિનિયમ 2026 સામે જૈન સમાજમાં ચિંતાઓ વચ્ચે મંત્રાલયમાં મહત્વની બેઠક યોજાઈ. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત બેઠકમાં મહેસૂલ મંત્રી ચંદ્રકાંત બાવનકુલે સાથે જૈન ટ્રસ્ટીઓ અને આગેવાનોએ ચર્ચા કરી. મંત્રીને આવેદનપત્ર સોંપી કાયદો રદ કરવાની માગણી સાથે જૈન મંદિરો અને ટ્રસ્ટોના વાંધાઓ રજૂ કરાયા. બાવનકુલેએ સકારાત્મક વલણ દર્શાવતાં ટ્રસ્ટીઓ સાથે સંવાદ માટે સંયુક્ત સમિતિ રચવાની જાહેરાત કરી, જેમાં જૈન સમાજના સૂચનો અને વાંધાઓ પર વિચારણા કરાશે.