દિલ્હીની વાત : કર્ણાટકમાં કોંગ્રેસનું ડેમેજ કન્ટ્રોલ
દિલ્હીની વાત : કર્ણાટકમાં કોંગ્રેસનું ડેમેજ કન્ટ્રોલ
Published on: 03rd June, 2026

કર્ણાટકમાં સિદ્ધારમૈયાને રાજીનામું આપવાની ફરજ પાડયા પછી કોંગ્રેસ હાઇકમાન્ડ સચેત થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓને ખબર છે કે, સિદ્ધારમૈયા કાચી માયા નથી. તેઓ સરળતાથી રાજકીય હાર સ્વિકારે એમ નથી. કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન ભલે સરળતાથી કર્યું હોય, પરંતુ સિદ્ધારમૈયાનો રેકોર્ડ જોતા સરળતાથી શરણાગતી સ્વિકારવી એમના સ્વભાવની વિરુદ્ધ છે. ૧૯૯૬માં જે એચ પટેલ અને ૨૦૦૪માં ધર્મસિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે એમણે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. એમના જક્કી વલણને કારણે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ એમને જેડીએસમાંથી કાઢી મૂક્યા હતા.